રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની પાવડીયાળી કેનાલ પાસે જુદીજુદી બે દુકાનમાંથી નશીલા આયુર્વેદિક શીરપની ૯૭૬ બોટલ ઝડપાઇ


SHARE







મોરબીની પાવડીયાળી કેનાલ પાસે જુદીજુદી બે દુકાનમાંથી નશીલા આયુર્વેદિક શીરપની ૯૭૬ બોટલ ઝડપાઇ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલા આયુર્વેદિક શીરપનું વેચાણ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ અને જુદીજુદી બ્રાન્ચ દ્વારા નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે મોરબી તાલુકા પીઆઇ સહિતની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે પાવડીયાળી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાન અને ક્રિષ્ના કિરાણા નામની દુકાન ધરાવતા બે વેપારીને ત્યાં ચેક કારમાં આવ્યું હતું ત્યારે નશીલા આયુર્વેદિક શીરપની કુલ મળીને ૯૭૬ બોટલ મળી આવી હતી જેથી તેને કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા અને સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે સાપર ગામની સીમ પાવડીયાળી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાન ધરાવતા દિનેશભાઇ લાલજીભાઇ મેવાડા જાતે ભરવાડ (૨૪)ની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ ૧૩૬ બોટલ જેની કિંમત ૨૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે આવી જ રિતે મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયાળી કેનાલ પાસે આવેલ ક્રિષ્ના કિરાણા નામની દુકાન ધરાવતા અને મોરબીમાં ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૩૦) દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે નશીલી આર્યુવેદીક શીરપની કૂલ ૮૪૦ બોટલ જેની કિંમત ૧,૨૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને અને શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News