મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 


SHARE









મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા આજે તા ૧૪ ને શનિવારના રોજ રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબીમાં રહેતા સમસ્ત જૈન સમાજના બહેનો અને બાળકો માટે રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરેલ છે અને આજે બપોરે ૩:૦૦ વાગ્યાથી રસોત્સવ શરૂ થશે. અને રાસોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે અને રાસોત્સવના સ્થળે વિવિધ જૈન વાનગીના ફુડ સ્ટોલ પણ રાખવામા આવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના ખ્યાતિબેન શેઠ, નીતાબેન દોશી, પ્રિયલ મહેતા અને દીનાબેન સુતરીયા દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે

શક્તિધામ નવરાત્રી મહોત્સવ

મોરબીમાં સતવારા મિત્ર મંડળ દ્વારા સતવારા સમાજ માટે શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં નવરાત્રી દરમિયાન સતવારા સમાજ  માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે તેમજ નવરાત્રી દરમિયાન તમામ લોકોને તિલક કરીને અને આઈડી પ્રૂફ ચેક કરીને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં એક પણ હિન્દી સોંગ ગાવામાં નહીં આવે અને પ્રાચીન  ગરબાની રમઝટ બોલાવવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News