મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તા સહિત ઘણા લોકોના મોરબી કમલમના ખાતમુહૂર્ત સમયે ખિસ્સા કપાયા


SHARE







ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તા સહિત ઘણા લોકોના મોરબી કમલમના ખાતમુહૂર્ત સમયે ખિસ્સા કપાયા

મોરબીના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં શનાળા પાસે કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ૭૦૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ આવ્યા હતા ત્યારે ખિસ્સા કાતરુ ગેંગ પણ આવી હોય તેવી શક્યતા છે કેમ કે, વીસ જેટલા લોકોના ખિસ્સા કપાયા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહયું છે અને ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેનું ખિસ્સું કપાયું હોવાની લેખિત ફરિયાદ આપેલ છે.

મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવાનું હતું જેથી જિલ્લાના દરેક તાલુકામાંથી ભાજપના કાર્યકર્તાઓ, હોદેદારો અને આગેવાનો આવ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરું ગેંગ પણ ત્યાં આવી હતી અને કેટલાક કાર્યકર્તાઓના ખિસ્સા કયાપા હોવાની ચર્ચા ચાલી રહી છે તેવામાં ટંકારા તાલુકાના દેવળીયા ગામના દિલીપભાઈ છગનભાઇ ઘોડાસરાએ તેનું ખિસ્સા કપાયું હોવાની લેખિત ફરિયાદ મોરબી એ ડિવિઝનમાં આપેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી જમવાની લાઈનમાં ઉભા હતા ત્યારે તેનું પાકીટ ખિસ્સામાંથી કાઢી લેવામાં આવેલ છે જેમાં રૂપિયા પાંચ હજાર હતા અને જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા 






Latest News