મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી


SHARE









હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરવામાં આવેલ છે અને તેઓને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જો કે, હાલમા હળવદ પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા ઉપર કોઈને સરકારમાંથી મૂકવામાં આવેલ નથી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તેઓને સરકારમાંથી ઓર્ડર કરીને મૂકવામાં આવ્યા હતા જો કે, તે બાબતની કોઈ સ્પષ્ટતા નથી જેથી ચીફ ઓફિસર તરીકે તે હાલમાં ચાલુ જ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે

હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું કરાશે વેંચાણ

મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે આ રવિવારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર, મોરબા હનુમાન પાસે મોરબી-૨ ખાતે આવતી કાલે તા ૨૯ ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીનો લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળા ના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વગેરે રાખવામા આવશે




Latest News