મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો


SHARE







વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા માલધારીના ઢોરને તગડતા માલધારીને સારું લાગ્યું ન હતુ જેથી કરીને તેને મહિલા અને તેની દીકરીને લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલી મહિલાહાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રૂકશાનાબેન યુસુફભાઈ શેખ (૩૭) એ હાલમાં સાદુભાઈ કુંભાભાઈ ભરવાડ, મંગાભાઈ પરબતભાઇ, જશુબેન અને ભરતભાઈ જીવણભાઈની સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેને જણાવ્યુ છે કે, ભરતભાઈ તેઓના ઘર પાસેથી ઢોર લઈને જતાં હતા ત્યારે પાડોશી કંકુબેનની દીકરી જાનું શેરીમાં રમતી હતી અને તેને ગાયને તગડતા ભરતભાઈને સારું નહીં લાગતાં તેણે ગાળો બોલવાની શરૂ કરી હતી અને ભરતભાઈને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયા હતા અને ભરતભાઈતેના હાથમાં રહેલી લાકડી ફરિયાદી અને તેની દીકરી સુગરાને મારી હતી અને અન્ય આરોપીઓએ ગાળો બોલીને જાનથી મારી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહિલાની ફરિયાદ લઈને પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી






Latest News