મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ઘોર કળીયુગ : મોરબીમાં પત્નીના ત્રાસથી ફિનાઇલ પી જતા પતિ સારવારમાં..!


SHARE











ઘોર કળીયુગ : મોરબીમાં પત્નીના ત્રાસથી ફિનાઇલ પી જતા પતિ સારવારમાં..!

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળ્યો હતો જેમાં પત્નીના ત્રાંસથી કંટાળી જઇને યુવાન ફિનાઈલ પી ગયો હોવાની ઘટના સામે આવી છે..! જાણવા મળતી વિગતો પ્રમાણે ઘર નામે કરી દેવાની વાતને લઈને પત્ની અવારનવાર ત્રાસ આપતી હોવાના લીધે યુવાન ફિનાઈલ પી જતા તેને સારવારમાં લઇ જવાયો હતો અને બાદમાં તેણે પોતાના પત્ની સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા બીપીનભાઈ રસિકભાઈ મહેમદાવાદિયા જાતે ગુર્જર સુતાર નામના ૩૯ વર્ષના યુવાને તેના ઘરે પારીવારીક કારણોસર ફીનાઇલ પી લીધુ હતુ જેથી તેને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ કરાયેલ હોવાથી એ ડિવિઝન પોલીસ દ્રારા બનાવના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.બાદમાં ભોગ બનેલ બીપીનભાઇએ તેઓના પત્ની અવનીબેન બીપીનભાઈ મહેમદાવાદીયાની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓની પત્ની અવનીબેન વારંવાર મકાન પોતાના નામે કરી દેવાનુ કહીને તે બાબતે ત્રાસ આપતી હોય તેનાથી કંટાળી જઇને તેઓએ ઉપરોકત પગલુ ભરી લીધું હતું..!

વાહન સ્લીપ થતા ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૬ માં આવેલ પટેલ ફટાકડા નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં બાઈક લઈને જતાં વાલજીભાઈ દેવશીભાઈ ડાભી (ઉંમર ૬૪) રહે.પાનેલીની વાડી વિસ્તાર મોરબી-કંડલા બાયપાસ વાળાના બાઈક સાથે કૂતરું અથડાતા થયેલા અકસ્માતમાં ઈજા પામેલ વાલજીભાઈ ડાભીને સારવાર માટે ખાવગૂ દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જયારે મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક રહેતા દરાબખાન નામના ૫૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લિપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ તથા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા રાજકોટ ખસેડાયા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૨/૩ ની વચ્ચે રહેતા કાંતાબેન ચનાભાઈ વાઘેલા નામની ૪૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેઓને મૂળજીભાઈ કરસનભાઈ ચાવડા દ્વારા માર મારવામાં આવ્યો હતો હાલ આ બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી




Latest News