મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE











મોરબીના ખાનપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડે તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસર તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા માર્યા હતા અને તેની પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ વાડીના શેઠને આ અંગેની જાણ કરી હતી જેથી તેને ગાડી કરી આપતા હત્યારો પતિ અને અન્ય પરિવારજ મહિલાની બોડીને લઈને તેના વતનમાં ચાલ્યા જ્ઞ હતા જો કે, મૃતક મહિલાના દીકરાની ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ પહેલા ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદી, તેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીના નાના ભાઈ સચિને તેના શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને આ બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી તેમજ તેના પરિવારજનો મહિલાના મૃતદેહને લઈને તેના વતનમાં જતાં રહ્યા હતા આને ઝોઝ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાએ હત્યનો ગુનો નોંધીને આરોપી રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News