હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ


SHARE













ટંકારા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ ખીજડીયા ચોકડી પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસ દ્વારા તે ઈકો ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી અને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની ૧૯૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને ગાડી મળીને ૩,૫૭,૬૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનથી થોડે આગળના ભાગમાં આવેલ ખીજડીયા ચોકડી પાસેથી પસાર થતી ઈકો ગાડી નંબર જીજે ૧૦ ડીઇ ૯૭૩૦ ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની ૧૯૨ બોટલો મળી આવી હોય પોલીસે ૫૭૬૦૦ ની કિંમતની દારૂની બોટલો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૩,૫૭,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આરોપી મંદીપસિંહ કનકસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) રહે. એસા.આર. સ્કુલની બાજુમાં કેદાર પાર્ક જામનગર વાળાની ધરપકડ કરે છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News