મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા વૃદ્ધનું મોત થવાના બનાવમાં ગુનો નોંધાયો


SHARE







ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા વૃદ્ધનું મોત થવાના બનાવમાં ગુનો નોંધાયો

ટંકારામાં દુકાનેથી ઘર તરફ જઈ રહેલા વૃદ્ધના બાઇકને અજાણી કારના ચાલાકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે રાજકોટમાં લઈને ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વહાન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારામાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા અને મેઇન બજારમાં દુકાન ધરાવતા રમેશચંદ્ર આંબાલાલ મણિયાર જાતે વાણીયા (૭૩) નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને મંગળવારે બપોરના સમયે દુકાનેથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા નજીક આવેલ ગેલેક્સી હોટલ પાસે કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા સંદીપભાઇ રમેશચંદ્ર મણીયાર જાતે જૈન (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News