વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગણિત તજજ્ઞ અક્ષય ખત્રીએ આપ્યું માર્ગદર્શન


SHARE











મોરબીની તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગણિત તજજ્ઞ અક્ષય ખત્રીએ આપ્યું માર્ગદર્શન

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ધો. ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ખ્યાતનામ એવા જાણીતા ગણિત તજજ્ઞ અક્ષય ખત્રી આવ્યા હતા અને તેઓ ગણિતમાં ૧૦ લાખ સુધીના ગુણાકાર, સરવાળા, બાદબાકી જેવી સંખ્યાનો તુરંત મોઢે જવાબ આપતા હોવાથી જેમને ઉપનામ તરીકે મિ. કેલ્ક્યુલેટર તરીકે જાણીતા છે. ગુજરાતમાં અંદાજે ૧.૫ લાખ વિદ્યાર્થીઓ તેમજ ૩૫૦ શાળાઓમાં મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં રુચિઓ કેમ વધે, ગણિત વિષય કેમ મનગમતો થાય અને ગણિતમાં ઘડિયાઓ કેવી રીતે સહેલાઈથી યાદ રાખી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સાથે વિદ્યાર્થીઓને ભારતની સમાજ વ્યવસ્થા, આપણા ભારતની શિક્ષણ વ્યવસ્થા તેમજ આપણો ભારત દેશ વર્ષ ૨૦૧૪ માં ગણિતમાં વિશ્વમાં નવમા ક્રમે હતો અને ભારતે વિશ્વને સૌપ્રથમ ગણિતની ભેટ આપી હતી અને સાથે સાથે વિદ્યાર્થીઓને આપણા જે સંસ્કૃતિને અનુરૂપ રામાયણ, મહાભારત, રુચાઓ, વેદો, પુરાણો અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જેથી કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કરેલ હતો




Latest News