વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકાના આરોપીને બચાવવા અઘિકારીના હવાતિયાનો કોંગ્રેસનાં આગેવાનનો આક્ષેપ


SHARE











મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકાના આરોપીને બચાવવા અઘિકારીના હવાતિયાનો કોંગ્રેસનાં આગેવાનનો આક્ષેપ

ગુજરાત સરકારની મીઠી નજર  નીચે ચાલતું નકલી ટોલ  પકડાયુ અને તેની ફરિયાદ પણ નોંધાયેલ છે જો કે, હજુ સુધી આરોપીઓ પકડાયેલ નથી ત્યારે પોલીસ તપાસના નામે કઈ પ્રગતિ  નથી તેવું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના વઘાસિયા નકલી ટોલનાકાના આરોપીને બચાવવા અઘિકારીના હવાતિયા મારી રહ્યા હોવાનો કોંગ્રેસનાં આગેવાનને આક્ષેપ કરેલ છે

આખા ગુજરાતમાં નકલી, નકલી અને નકલીનો ખોફ છે ત્યારે સરકારનો કોઇ ખોફ ના હોય તેવી  સ્થિતિ હાલ ગુજરાતમાં છે તેવામાં મોરબી જિલ્લાના વઘાસિયા ગામ પાસે એક નહીં ત્રણ નકલી ટોલ ઉઘરાવવાનુ છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યું હતું અને આ ટોલનાકાના સંચાલક ભાજપના આગેવાનના નામ ખુલેલ છે ત્યારે આ આરોપીઓનો બચાવ કરવા એક અઘિકારી જે પહેલા  મોરબી પછી વકાનેર અને હાલ મોરબી ફરજ બજાવી રહેલા છે તે આરોપીને બચાવવા તપાસ સમિતિના નામે નાટક કરી તમામ આરોપીને બચવા હવાતિયાં મારી રહ્યા છે તેવી મોરબી જિલ્લાની પ્રજામાં ચર્ચા થઈ રહેલ છે ખરેખર જો પ્રજામાં ચર્ચાતી વાત સત્ય હોય તો  આ અઘિકારી કોણ તેની આ બાબત તપાસ કરી જવાબદાર અઘિકારીની આ ટોલનાકામાં મિલી ભગત  માની તેમની સામે પણ તપાસ  કરવી જોઈએ

આ બનાવતી ટોલનાકા બાબતે મોરબી અને વાંકાનેરના ધારાસભ્ય તેમજ મોરબી કચ્છ અને રાજકોટ સીટના સાંસદ સભ્ય મૌન બેઠા છે ? આવડા મોટા કૌભાંડમાં પ્રજાના લોક પ્રતિનિધિઓ શા માટે બોલતા નથી ? તે પણ એક ચર્ચા લોકોમાં થઈ રહી છે શું આ લોકોને આશીર્વાદ છે ? આ નકલી ટોલનાકું ચાલતું હતું કે તેમને પણ આમાં મિલી ભગત હતી તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે અને તપાસ સમિતિના  નાટક કરવાના બદલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી ભરીને છેલ્લા બે વર્ષથી ટોલનાકાની આવક ઊભી કરેલ છે તે આવક તેમની પાસેથી વસૂલ કરી સરકારમાં જમા કરાવી જોઈએ તો જ લોકોને આ સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં તો કહેવત પ્રમાણે મર્ડર કરનાર માણસ જ પોસ્ટમોર્ટમ કરે તેવો ઘાટ સર્જાશે તેવું લાગી રહ્યું છે ત્યારે આ જવાબદાર લોકો સામે દબાણમાં આવ્યા વાગત કડક કાર્યવાહી કરવા મોરબી શહેર કોગ્રેસના  પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ સરકારમાં રજૂઆત કરી છે




Latest News