ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન


SHARE











મોરબીમાં આગામી રવિવારે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમાં સતત સુધારણા વચ્ચે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે આગામી રવિવારે તા ૧૭ ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણનાં સ્તરને ઉચ્ચકોટી તરફ લઈ જવા માટે ચિંતન તેમજ મનન કરવામાં આવશે. ત્યારે સવારે રજીસ્ટ્રેશન, ૯:૩૦ કલાકે ઉદધાટન અને ૧૦:૪૫ થી ૧:૦૦ વાગ્યા સુધી શૈક્ષણિક સત્ર યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ઉ.મા.શિ.સંઘ મહામંડળના પ્રમુખ ભરતકુમાર આર. પટેલ અધ્યક્ષ સ્થાને હાજર રહેશે. તેમજ કાર્યક્રમમાં ગુ.સ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ- ગાંધીનગરના મેમ્બર મુકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા ઉ.મા.શિ.સંઘ- મહામંડળના મહામંત્રી સુનિલકુમાર એન. જોશી, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા, અજયભાઈ લોરીયા, કે.આર. પડસુંબીયા, કે.બી. ઉભડીયા સહીતના હાજર રહેવાના છે આ અધિવેશનના કન્વીનર તરીકે મોરબી સ.વ.પ. કન્યા વિદ્યાલયના મહેન્દ્રભાઈ વી. કચોટને જવાબદારી આપવામાં આવેલ છે અને આ શૈક્ષણિક અધિવેશનમાં મોરબી જીલ્લાના શિક્ષકોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જીલ્લા ઉ.મા. શિક્ષકસંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા અને મંત્રી વિશાલભાઈ ગોઘાણીએ આહ્વાન કર્યું છે




Latest News