મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે વાડીએ ખડ લેવા જતાં સમયે રસ્તામાં ચક્કર આવતા બાઈકમાંથી પડી ગયેલ મહિલાનું મોત


SHARE







ટંકારાના વીરપર ગામે વાડીએ ખડ લેવા જતાં સમયે રસ્તામાં ચક્કર આવતા બાઈકમાંથી પડી ગયેલ મહિલાનું મોત

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતી મહિલા બાઇકમાં બેસીને વાડીએ ખડ લેવા માટે જઈ રહી હતી ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો પડતાં ચક્કર આવતા તે બાઈકમાંથી નીચે પડી ગઈ હતી અને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા શોભનાબેન કાનજીભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૭) નામના મહિલા બાઇકમાં પોતાના પતિ સાથે બેસીને વાડીએ ખડ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક થઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ચક્કર આવતા તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તમે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં ધર્મસિદ્ધિ સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અશોક ખુશાલભાઈ સાપરા જાતે કોળી (૩૩) રહે ધર્મ સિદ્ધિ સોસાયટી જાંબુડીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ પી.પી. ગૂઢડા ચલાવી રહ્યા છે






Latest News