મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂક્યો


SHARE







ટંકારાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂક્યો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોકસો તથા અપહરણના કેસમાં પકડાયેલનો કેસ કોરટમાં ચાલી ગયો હતો જેમાં કેસ સાબિત ન થતાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો સ્પેશીયલ પોકસો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૭-૦૭-૨૦૧૫ ના રોજ આરોપી હરેશભાઈ વશરામભાઈ મકવાણા રહે. જામ-ખંભાળીયા,ચમારવાસ, નવાનાકામાં, જનરલ હોસ્પીટલ પાસે, આંબેડકર કોલોની, જામ-ખંભાળીયા વિરુધ્ધ આઇપીસી કલમ- ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટની કલમ-૧૮ હેઠળ ગુનો નોંધાયો હતો અને સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કર્યું હોવાનું ફરીયાદ નોંધાયેલ હતી જેમાં આરોપીના વકીલ તરીકે મોરબીના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ચીફ સુ.શ્રી. શબાના એમ. ખોખર રોકાયા હતા જે ફરીયાદ અન્વયેનો પોકસો કેસ નાં. ૪૩/૨૦૨૨ મોરબીના મહે. સ્પે.પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધિશ અને અધિક સેશન્સ જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા, ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી હરેશભાઈ વશરામભાઈ મકવાણાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઈડ વિભાગના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ સુ.શ્રી શબાના એમ. ખોખર તેમજ આસીસ્ટન્ટ જિંકલ એ. રાજકોટીયા તથા મયુર એ. પઢીયાર રોકાયેલ હતા






Latest News