મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE











દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી.

મોરબીના સિરામિક ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે રાજ્યપાલ સાથે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી.પંડ્યા,  એસ.પી. ડૉ.  ગીરીશ પંડ્યા, ભરતભાઈ વરમોરા, પ્રમોદભાઈ વરમોરા, ચમનભાઈ દેત્રોજા, અશોકભાઈ પટેલ, મહેશભાઇ ભોરણિયા વગેરે જોડાયા હતા અને રાજ્યપાલને ફેક્ટરીની કાર્યપ્રણાલી તથા ઉત્પાદન સહિતની બાબતોથી અવગત કરાવ્યાં હતા.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને અભિનંદન આપ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલ્સની મુલાકાત લઈ સહૃદયતાથી ખેડૂત ભાઈઓને મળી તેઓની સાથે ભાવપૂર્ણ સંવાદ સાધ્યો હતો. અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા બદલ સૌ ખેડૂત ભાઈઓને રાજ્યપાલએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ઉપસ્થિત ખેડૂતોએ પણ રાજ્યપાલ દ્વારા આરંભવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રસંશા કરી હતી. આ અભિયાનમાં સહભાગી થવાનો અવસર મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.




Latest News