મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત


SHARE









મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત 

મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ પેપરમીલ નજીક રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મજુર પરિવારની દીકરી માતા સાથે જાજરૂ ગઈ હતી તે દરમિયાનમાં પાણી માટે કેનાલ નજીક જતા પગ લપસી જતા તેણી કેનાલમાં પડી ગઈ હતી.જેના લીધે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજયુ હોવોનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામથી આગળ જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપર મીલ નજીક રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મજુર પરિવારની બીટુબેગમ છોટેબેગમ (ઉમર ૧૪) મૂળ રહે મધ્યપ્રદેશ વાળી તેઓની માતા સાથે કારખાના નજીક જાજરૂ ગયેલી હતી અને બાદમાં ત્યાંથી પાણી માટે તેણી કેનાલ નજીક જતા અકસ્માતે પગ લપસી જવાથી તે કેનાલના પાણીમાં પડી ગઇ હતી જેથી તેની શોધખોળ કરવામાં આવતા અંતે કેનાલના પાણીમાંથી બીટુબેગમ નામની સગીરવયની બાળકની ડેડબોડી જ હાથ લાગી હતી જેથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પાલાભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સીટી નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે બી ડિવિઝનમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઓમ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઉદયભાઇ બીપીનભાઈ ઈંન્દેરાશ્રી (ઉમર ૩૮) રહે.મોરબી-૨ સામાકાંઠે નીલકંઠ સોસાયટી વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી.




Latest News