મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની  ફરિયાદ


SHARE







ટંકારામાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની  ફરિયાદ

ટંકારામાં પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં તેમજ સિવિલ હોસ્પિટલની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે જેથી તલાટી મંત્રી દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપુર ગામે રહેતા અને ટંકારામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા જાતે પટેલ (૩૬)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમદભાઈ નુરાભાઈ ઘાંચી રહે. ટંકારા વાળાની સામે લેન્ડ ગેબીંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારાની ખીજડીયા ચોકડી પાસે આવેલા હનુમાનજીના મંદિરની સામે પાણીના વહેણ ઉપર પાકૂ સિમેન્ટનું ૨૦૦ ચોરસ ફૂટનું બાંધકામ કર્યું છે તેમજ ટંકારા સિવિલ હોસ્પિટલમાં મડદા ઘરની આગળના ભાગે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે આમ સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરીને પાકા બાંધકામ કર્યા હોવાથી તલાટી મંત્રીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ પરિમલ ગેસ એજન્સી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર અલ્કાબેન અરવિંદભાઈ સોમાણી (37) રહે સૂર્યકીર્તિનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ સામાકાંઠે મોરબી-2 વાળાઓને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News