વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા સિવિલ કોર્ટમાં ચાલી ગયેલા કેસમાં અમદાવાદના વેપારીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવાનો આદેશ 


SHARE







ટંકારા સિવિલ કોર્ટમાં ચાલી ગયેલા કેસમાં અમદાવાદના વેપારીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવાનો આદેશ 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઓલેક્સ પોલી પ્લાસ્ટને અમદાવાદની માધવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાસેથી લેણી રકમ ૫,૦૭,૯૯૦ સાથે ૯% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવા ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ સાહેબ એસ. જી. શેખએ મહત્વપૂર્ણ ચુકાદો આપેલ છે અને અમદાવાદના વેપારીને લેણી રકમના વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે 

આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના સરસપુરના રંગશાળા કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના પ્રોપરાઇટરે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઓલેક્સ પોલી પ્લાસ્ટ પાસેથી માલ ખરીદ કરેલ હતો. જેમાં માધવ ઇન્ડસ્ટ્રીઝએ બાકી નીકળતી રકમ ૫,૦૭,૯૯૦ ચૂકવવામાં ગલ્લા તલ્લાં કર્યા હતા જેથી કરીને ઓલેક્સ પોલી પ્લાસ્ટના પાર્ટનર મીતેશભાઈ એસ. જીવાણીએ તેમની પેઢીના એડવોકેટ કેતન કે. નાયક તેમજ નલીન ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ હતી. તેમ છતાં માધવ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટરએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે ઓલેક્સ પોલી પ્લાસ્ટના પાર્ટનરએ ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ સાહેબ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.

આ દાવામાં માધવ ઇન્ડસ્ટ્રીઝ સામે સમન્સ/નોટિસ કાઢવાનો હુકમ કરેલ હતો જે બાદ માધવ ઇન્ડસ્ટ્રીઝ તેઓના વકીલ મારફત કોર્ટમાં હાજર રહેલ હતા. બાદમાં બંને પક્ષકરોની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, જુબાની, ઊલટ તપાસ, અન્ય સાહેદોની જુબાની અને ઊલટ તપાસ, લેખિત પુરાવા તેમજ બંને પક્ષકરોના વકીલોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ સાહેબ એસ. જી. શેખ એ ઓલેક્સ પોલી પ્લાસ્ટને અમદાવાદની માધવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાસેથી લેણી રકમ ૫,૦૭,૯૯૦ સાથે દાવો દાખલ કર્યાથી ૯ % વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કરેલ છે.






Latest News