વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે


SHARE







ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે

મોરબી જિલ્લાના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કે જેમને દેશ અને દુનિયામાં આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ ઉદ્વારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક તરીકે લોકો જાણે છે ત્યારે ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી  સહિતના રાજકીય આગેવાનો સહિતના આર્ય સમાજની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ એટલે કે, ટંકારામાં આગામી તા ૧૦ થી ૧૨ સુધી ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવાનો છે જેના માટે હાલમાં ટંકારા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાની બાજુમાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા મંડપ, યજ્ઞ શાળા અને સભા મંડપ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય આગેવાનો તેમજ આર્ય સમાજની સાથે જોડાયેલા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વિચાર ધારાને વરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે






Latest News