મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં આઇટીની કલમની જોગવાઈથી ઊભી થનાર મુશ્કેલીને નિવારવા રજૂઆત કરાઇ


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં આઇટીની કલમની જોગવાઈથી ઊભી થનાર મુશ્કેલીને નિવારવા રજૂઆત કરાઇ

ઈન્કમટેક્ષમાં ૧-૦૪-૨૪ થી આવેલ કલમ ૪૩ બી(એચ) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે જેમા સીરામીક ઉઘોગનુ રો-મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય છે અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉઘારીમાં થતુ હોય છે અને ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય છે માટે ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ તેમ છે જેથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયાની સાથે દિલ્હી ખાતે જઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટર ટેકસના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણેને રજુઆત કરેલ હતી તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનો સમય લઈને કેન્દ્રીય નાણામંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને મોહનભાઈ કુંડારીયાએ આ બાબતે રજુઆત કરેલ હતી જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ છે તેવું મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજુઆત સમયે સાથે રહ્યા હતા






Latest News