મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત

મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બાલાજી પેકિંગ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રકાશભાઈ ભાવસિંગ રાઠોડ (૨૫) નામનો યુવાન મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાવભાજી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને ત્યાં રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગઈકાલે કારખાનામાં રજા હોવાથી તેનો ભાઈ મોરબી આવ્યો હતો અને કોઈ અજાણી કારના ચાલાકે તેને હડફેટે લેતા ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતના આ બનાવના કારણે માસુમ બાળકીએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને હાલમાં મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડ (૨૮)ની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની વધુ તપાસ સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે






Latest News