મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ‘ગણગૌર’ પર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ધામધુમથી ‘ગણગૌર’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવ્યો હતો

ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિના રોજ ‘ગણગૌર’ પર્વ ઊજવવવામાં આવે છે. આને ‘ઇસર ગૌર’ પણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ છેલ્લા વર્ષોથી લોકો ‘ગણગૌર’ ની ધામધુમથી ઉજવણી કરે છે જેમાં ખાસ કરીને માહેશ્વરી સમાજ જોડાતો હોય છે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ‘ગણગૌર’ પર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને એવી કહેવાય છે કે, ગણગૌર વ્રત કુંવારી છોકરીઓને મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે આ વર્ષે મોરબી મોરબી માહેશ્વરી સમાજની મહિલા પાંખના પ્રમુખ મધુબેન સુખાણી અને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાની આગેવાનીમાં આ વર્ષે ‘ગણગૌર’ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા લાલતિભાઈ કચોરીયાના ઘરેથી શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને મોરબીના શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર થઈને મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની વાડી પાસે વરઘોડો પૂરો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિવજીના લગ્નની વિધિ કરવામાં આવી હતી અને ત્યારે મહિલાઓ દ્વારા જુદાજુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું




Latest News