મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચુંટણી યોજાઈ : પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી
SHARE









મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચુંટણી યોજાઈ : પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી
મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચુંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે બિન હરીફ મેહુલ સ્ટુડિયોવાળા મેહુલભાઈની વરણી કરવામાં આવી હતી. આ સાથે ઉપ પ્રમુખ માટેની ચુંટણી યોજાઈ હતી. જેમાં આરબી સ્ટુડિયો વાળા રવિભાઈ અને ટીજીઆર સ્ટુડિયો વાળા કુલદીપભાઈ એમ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં કુલ ૨૪૦ મેમ્બરોમાંથી ૨૦૯ નું વોટિંગ થયું હતું. જેમાં કુલદીપભાઈ ૪૬ મતે વિજેતા થયા હતા.આ સાથે બહુમતે કુલદીપભાઈ વિજયી થતા ઉપ-પ્રમુખ બન્યા હતા. સર્વે ફોટોગ્રાફર્સે પ્રમુખ મેહુલભાઈ અને ઉપ-પ્રમુખ કુલદીપભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
