મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના કાંતિભાઈ અમૃતિયા સહિતના ધારાસભ્યો-અધિકારીઓએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી


SHARE











મોરબીના કાંતિભાઈ અમૃતિયા સહિતના ધારાસભ્યો-અધિકારીઓએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી

ગુજરાત સરકારના જાહેર હિસાબ સમિતિના સુરત અને ડાંગ જિલ્લાઓના અભ્યાસ પ્રવાસ અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરત સુધી સફર કરી હતી અને ટ્રેનની મુસાફરી હંમેશા આરામદાયક અને આનંદમય હોય છે. તેવી લાગણી વ્યક્ત કરી હતી અને વંદે ભારત ટ્રેનએ નવા ભારતના સંકલ્પ અને ક્ષમતાનું પ્રતીક છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ના સ્વપ્નને સાકાર કરતી "વંદે ભારત એક્સપ્રેસ" એ તમામ ભારતીયોને ઝડપ અને પ્રગતિ સાથે જોડ્યા છે. આ સમયે જાહેર હિસાબ સમિતિના સદસ્યો એવા ૧૩-ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, હિમંતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખભાઈ પટેલ, મણીનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ,  મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, સુરત (પૂર્વ)ના ધારાસભ્ય અરવિંદ રાણા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તેમજ જાહેર હિસાબ સમિતિના સચિવ અને સંયુક્ત સચિવ સી.બી.પંડયા, ઉપસચિવ ચિરાગ પટેલ, શાખા અધિકારી નિરજ ગામીત પણ મુસાફરીમાં સાથે હતા.






Latest News