હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અટકાયતી-મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો: મોરબીના વાઘપર નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













હળવદમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો: મોરબીના વાઘપર નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીરાને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામા આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હળવદમાં રહેતા એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને હાલ હળવદના ગ્રીનપાર્કમાં રહેતા જય ભરતભાઈ ગઢવી નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું છે જેથી કરીને સગીરાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

માળિયા મીયાણા તાલુકાના દેવગઢ ગામનો રહેવાસી ભયલુભાઈ સામતભાઈ સોમાણી (18) નામનો યુવાન ગત તા. 15/7 ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાઘપર ગામની સીમમાં આવેલ મિનરલ વર્લ્ડ નામના કારખાનામાં ટ્રકની સફાઈ કરતો હતો ત્યારે પાણીની મોટરમાંથી તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News