મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠી-ચંદ્રપુર યાર્ડ પાસેથી ૧૦૦ લિટર દારૂ ભરેલી ગાડી પકડાઈ


SHARE







વાંકાનેરના વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠી-ચંદ્રપુર યાર્ડ પાસેથી ૧૦૦ લિટર દારૂ ભરેલી ગાડી પકડાઈ

વાંકાનેર તાલુકાના વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને ૪૦ લીટર દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે તમામ મુદામાલ કબજે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે તેવી જ રીતે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતી પીકપ ગાડીમાથી ૧૦૦ લિટર દારૂ મળી આવ્યા પોલીસે ૧,૦૨,૦૦૦ ના મુદામાલ સાથે એક શખ્સની  ધરપકડ કરેલ છે

વાંકાનેર તાલુકાના વિરપર ગામના સ્મશાનની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોય ત્યાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને દારૂ બનાવવાના આથાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મળીને ૪૦ લીટર દારૂ તેમજ ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને અન્ય સાધન સામગ્રી મળી તેમજ મોબાઇલ ફોન સાથે ૯૪૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ જથ્થો અજય ઉર્ફે કુકો રૂપાભાઇ નો હોવાનું સામે આવ્યું હતું જોકે તે ત્યા હાજર ન હોવાછી તેની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

૧૦૦ લિટર દારૂ

વાંકાનેર નજીકના ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતી પીકપ ગાડીને રોકે અને પોલીસે તેને ચેક કરતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે એક લાખની કિંમતની ગાડી જેના નંબર જીજે ૩ વાય ૬૬૬૩ અને બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૧,૦૨,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે કમલેશ ધીરુભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૯) રહે. ડાકવડલા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News