મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE













માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ કારખાનામાં હાઇડ્રો ક્રેન બાંધીને બાર ફૂટની ઊંચાઈ ઉપર કામ કરતા સમયે કોઈ કારણોસર હાઇડ્રો ક્રેનની સીલીંગ તૂટી જવાના કારણે નીચે ટકાયેલ યુવાનને શરીરે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જણા કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ વાઈટોન માઈક્રો પાવડર નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સુમિતભાઈ કમલસિં મીણા (19) નામનો યુવાન કારખાનામાં હાઇડ્રો ક્રેનની સીલીંગ બાંધીને 12 ફૂટની ઊંચાઈ ઉપર કલર કામ કરતો હતો તે વખતે અકસ્માતે હાઈડ્રો ક્રેનની સીલીંગ તૂટી જવાના કારણે તે નીચે ટકાયો હતો જેથી યુવાનને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ રાહુલ કમલસિંગ મીણા (24) રહે. હાલ ખાખરેચી ગામની સીમ વાઈટોન માઈક્રો પાવડર કારખાનામાં મૂળ રહે. એમપી વાળાએ જાણ કરતાં માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા તુલાબેન માનસિંગ પગી (24) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ત્યાંથી મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News