મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં સારવારમાં


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં સારવારમાં

માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે કડિયા કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા પીન્ટુભાઇ ઉજ્જવલસિંહ (28) નામનો યુવાન ખાખરેચી ગામે કડિયા કામ કરી રહ્યો હતો દરમિયાન 10 ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા શરીરે ઇજાઓ થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પહેલા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની માળીયા પોલીસે જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે

યુવાન સારવારમાં
ટંકારા ખાતે રહેતા દીપકભાઈ પરમાર (48) નામનો યુવાન બાઇક ઉપર છતરથી ટંકારા તરફ જતો હતો ત્યારે રસ્તામાં મીતાણા ગામ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર રહેતા નંદલાલભાઈ રામજીભાઈ લોદરીયા (63) ગામના વૃદ્ધ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામકૃષ્ણ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને બાઈકની ઠોકર લાગતા અકસ્માત થયો હતો જેમાં તેઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા
મોરબીના લાતી પ્લોટ શેરી નં-8 માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલીમ ગુલામભાઈ ભટ્ટી (40) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
 






Latest News