મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી સંગઠનના પ્રમુખ પદે દિનેશભાઈ હરિપરાની વરણી


SHARE

















મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી સંગઠનના પ્રમુખ પદે દિનેશભાઈ હરિપરાની વરણી

ઉદ્યોગ હિત અને રાષ્ટ્ર નિર્માણમાં આર્થિક મજબૂતી વધે તેમજ યુવાનો આત્મનિર્ભર બને, નાગરિકો સ્વદેશી બને તથા રોજગાર વધે તેવા ઉમદા હેતુથી કાર્ય કરતા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીની મોરબીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પ્રમુખ પદે દિનેશભાઈ હરિપરા, મહામંત્રી પદે ઉત્તમભાઈ ત્રાસડીયા, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ સરડવા, ખજાનચી પદે હસમુખભાઈ હાલપરા અને સહમંત્રી પદે દિવ્યેશભાઈ એરણિયાની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સંવાદ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી જયભાઈ માવાણીએ લઘુ ઉદ્યોગ ભારતીનો પ્રાથમિક પરિચય, કાર્યો અને સિદ્ધિઓથી ઉદ્યોગકારોને પરિચિત કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના હોદ્દેદારોના નામની જાહેરાત લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખશ્રી દિનેશભાઈ ડાંગરિયા દ્વારા કરવામાં આવી હતી. આ તકે મીલનભાઈ પૈડા (આરએસએસ મોરબી જીલ્લા કાર્યવાહ), મોરબી સિરામિક એસો. વોલ ડિવિઝનના પ્રમુખ હરેશભાઈ બોપલીયા તથા પેપરમિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજાએ મોરબીના ઉદ્યોગોના વિકાસ, રોજગાર, સમસ્યા તથા ભાવિ સમાધાન અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હરીપરાએ આગામી સમયમાં મોરબી જિલ્લામાં કરવા પાત્ર કાર્યોની માહિતી આપી હતી તથા લઘુ ઉદ્યોગ ભારતીની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 




Latest News