મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહનની ચોરી કરવામાં આવી હોવાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેથી વાહન ચોરને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એક આરોપી પહેલા પકડાયો હતો અને હાલમાં બીજા આરોપીને પકડવામાં આવેલ છે. 

મોરબી જિલ્લા એલસીબીની ટીમે અગાઉ નંબર પ્લેટ વગરના એક્ટીવા સાથે નીકળેલા શખ્સને રોકીને જરૂરી કાગળો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે કશું જ હતું નથી જેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેની વિષેશ પુછપરછ કરતા તેની પાસેથી બીજા ત્રણ ચોરાઉ બાઇક કાઢી આપ્યા હતા જેથી આરોપી અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણી રહે.લાતી પ્લોટ જોન્સનગર શેરી નંબર-૧૦ મોરબી વાળાને ત્યારે પકડવામાં આવ્યો હતો અને આ વાહનોની ચોરી તેણે પોતાના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી સાથે મળીને કરી હોવાની કબૂલાત આપેલ હતી.જેથી કરીને વાહન ચોરીના ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકર અને તેમની ટીમે આરોપી હનીફભાઇ કાસમભાઇ સધવાણી (૩૫) રહે.માલાણી શેરી માળીયા (મિં.) ની ધરપકડ કરેલ છે. અને જુદીજુદી બે બાઇક ચોરીના ગુનામાં તે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

ઈજાગ્રસ્ત સારવારમાં

મોરબીના સોખડા ગામના પાટીયા પાસે બાઈક લઈને જતા સમયે ટ્રક સાથે અથડામણ થતા શેહઝાદ સલીમભાઈ જેડા (ઉમર ૧૧) તથા યાસ્મીનબેન સલીમભાઈ જેડા (૩૫) રહે.બંને માળિયા મિંયાણાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ રાજસ્થાન હાલ જાંબુડીયા તા.મોરબીના રહેવાસી સદામહુસેન અબ્દુલસતાર અંસારી નામના ૩૨ વર્ષના યુવાનને જાંબુડીયા નજીક કેરા સીરામીક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.તેમજ મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા છગનભાઈ ધરમશીભાઈ રંગપડીયાને બાઈક લઈને ઘરેથી જતા હતા ત્યારે વાડી બાજુ જતા રસ્તે પડી જતા પગે ફેક્ચર જેવી ઇજા સાથે અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
 
ગાયનું મોત
મોરબીના રંગપર ગામે વાણંદ સમાજના ચામુંડા માતાના મંદિર પાસે ઇલેક્ટ્રીક થાંભલાને અડી જતા શોર્ટ લાગવાથી મનસુખભાઈ છગનભાઈ ભરવાડ (૨૮) રહે.રંગપરની ગાયનું મોત થયુ હતુ જે બાબતે મનસુખભાઇએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.



Latest News