મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
SHARE
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા વડાપ્રધાનને તેને અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે આપેલા વચનો યાદ આપાવ્યા છે અને તેઓને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાનું વચન આપ્યું હતું તેને તાત્કાલિક પૂરું કરવાની માંગ કરી છે.
હીન્દુની ગૌ માતામાં ચોરાસી કરોડ દેવતાનો વાસ છે જેને હિન્દુઓ આજે પણ પૂજે છે ત્યારે દેશના વર્તન વડાપ્રધાન જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જુદા જુદા વચનો આપેલ હતા જેમાં રામ મંદિર બનાવીસ, ૩૭૦ કલમ નાબુદ કરીશ, ત્રણ તલાક નાબુદ કરીશ અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપીશ. આ વચન આપેલ હતા જેમાંથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપવાનું હજુ સુધી થયેલ નથી જો કે, બાકી વચન પુરા કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપેલ નથી જેથી હિન્દુઓની લાગણી અતીદુભાય છે દેશના તમામ હીન્દુઓ વર્તમાન વડાપ્રધાન તેમજ ભાજપને ખુબ જ પ્રેમથી મત આપી રહ્યા છે ત્યારે હિન્દુઓની લાગણી અને પ્રેમને ધ્યાને રાખીને ગૌમાતાને તાત્કાલીક રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ મોરબીના પી.પી.જોશી દ્રારા કરવામાં આવેલ છે.