મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE









હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત

હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં આવેલ કાનજીભાઈ સંતોકીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ કાંતિયાભાઈ ભીલ (18) નામનો યુવાન રાત્રિના સમયે રાજેશભાઈ કાચરોલાની વાડીએ હતો ત્યારે ત્યાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિયાભાઈ ભીલ (55) રહે. હાલ ટીકર ગામની સીમ કાનજીભાઈ સંતોકીની વાડીએ તાલુકો હળવદ વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી આધેડનું મોત

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ પર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા (55) વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકથી આધેડનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હોય તે અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News