મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન


SHARE







હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૧૦/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદના સરા રોડ પર આવેલ પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ ૯ પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે. ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.






Latest News