મોરબીના લખધિરપુર રોડે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મૃતકના ભાઈએ નોંધાવી ફરિયાદ
મોરબી નવા બસ સ્ટેશન પાસે મોબાઇલ બાબતે ત્રણ શખ્સોએ યુવાનને માર મારતાં ફરિયાદ નોંધાઈ
SHARE









મોરબી નવા બસ સ્ટેશન પાસે મોબાઇલ બાબતે ત્રણ શખ્સોએ યુવાનને માર મારતાં ફરિયાદ નોંધાઈ
મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં ભોગ બનેલા યુવાને ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક ઝુંપડામાં રહેતા સંજય ભુદરભાઇ હળવદીયા જાતે દેવીપુજક નામના ૨૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણે હાલમાં શિવ વસંતભાઈ બ્રાહ્મણ રહે.વીસીપરા રીઝવાન અલતાફ કુરૈશી રહે.દરબારગઢ સામે અને ઉંમર ઈસ્માઈલ પઠાણ રહે.વીશીપરાની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે નવા બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં તેઓની પાસે આવીને શિવ વસંતભાઈએ મોબાઈલ અંગે પૂછ્યું હતું અને પોતે મોબાઇલ બાબતે કંઇ જાણતો નથી મને કંઇ ખબર નથી તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને ઉપરોકચ ત્રણેયે એકસંપ કપીને તેને માર માર્યો હતો.ત્રણેય આરોપીઓ તેમજ ફરિયાદી રિક્ષાચાલકો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે અને મોબાઇલની વાતને લઈને ઝઘડો થતાં શિવ વસંતભાઈ, રીઝવાન અને ઉંમર નામના ત્રણ શખ્સોએ ફરીયાદી સંજય હળવદિયા જાતે દેવીપુજકને માર માર્યો હતો જેથી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વરલીના આંકડા લેતા બે પકડાયા
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ત્રાજપર ખારી જવાના રસ્તે બી ડિવિઝન પોલીસે બે શંકાસ્પદ ઈસમોને પડ્યા હતા.પકડાયેલા ઇસમો આવતા જતા લોકો પાસેથી વરલી જુગાર અંગેના આંકડાઓ લખતા હોય હાલમાં રોકડા રૂપિયા ૮૯૦ સાથે હાસમ મુસા સુમરા સંધી (૫૭) હાલ રહે.કુલીનગર વીસીપરા મોરબી મૂળ રહે. વનાળીયા તાલુકો જીલ્લો મોરબી અને રમજાન ઉર્ફે બાદશાહ મતવા જાતે મુસ્લિમ (૨૫) રહે.ત્રાજપર ખારી સ્કૂલ પાસે મોરબી-૨ મૂળ રહે.શક્તિચોક પાસે મોરબી વાળાઓની ધરપકડ કરી બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા ખીરઇ ગામના રહેવાસી સારબાઇબેન હાજીભાઇ મોવર નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઘર નજીક થયેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે ફૂટપાથ ઉપર રહેતા કાસમ રહેમાન ભટ્ટી નામના ૩૦ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
