મોરબી નવા બસ સ્ટેશન પાસે મોબાઇલ બાબતે ત્રણ શખ્સોએ યુવાનને માર મારતાં ફરિયાદ નોંધાઈ
મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત
SHARE
મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત
મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા મજૂરી કામ કરતાં પિતાને બોલાવવા માટે યુવાન ગયો હતો ત્યારે તેના પિતા ગેસ કટર મશીનથી કામ કરી રહ્યા હતા દરમ્યાન ડિઝલની ટાંકીમાં આગ લાગી હતી જેથી કરીને બ્લાસ્ટ થયો હતો અને યુવાન તેના પિતા અને ભંગારના ડેલાનો માલિક તેમજ તેનો દીકરો દાઝી ગયો હતો જેથી તે ચારેયને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ પોરબંદરના કડશના રહેવાસી અને હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિક્રમભાઇ વાઘેલા (૨૨)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેનો ભાઈ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા (૧૮) પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે ગત તા. ૨૮/૦૪ ના રોજ બપોરના સમયે પોતાના પિતા વિક્રમભાઇ વાઘેલા જે પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલામા મજુરી કામ કરે છે ત્યાં બોલાવવા માટે ગયેલ હતો ત્યારે વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા અને ત્યા બાજુમા રણછોડ ઉર્ફે રાજુ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા ત્યારે બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો અને રણછોડ ઉર્ફે રાજુ, તેના પિતા વિક્રમભાઇ, ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ બધાને મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ હતા અને રણછોડ ઉર્ફે રાજુને વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે