લો બોલો: મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ માળીયાના ખીરઈમાંથી બીયર સાથે પકડાયો
SHARE
લો બોલો: મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ માળીયાના ખીરઈમાંથી બીયર સાથે પકડાયો
મોરબી સહિત કુલ મળીને પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ શખ્સ માળીયા તાલુકાનાં ખીરઈ ગામે વાડીમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી તે સમયે હદપારીનો ભંગ કરનાર આરોપી ત્યાંથી મળી આવ્યો હતો અને તેની પાસેથી બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા તેમજ તેની પત્ની દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા મળી આવી હતી જેથી કરીને તે બંનેને પકડીને પોલીસે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મૂળ મોરબીના રણછોડનગર વિસ્તારમાં મફતીયાપરામાં રહેતા અને હાલમાં માળીયાના ખીરઈ ગામે મામદભાઈ સામતાણીની વાડીએ ઓરડીમાં રહેતા અને વર્ષ ૨૦૨૧ ના જુલાઈ મહિનાથી બાર મહિના માટે મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા જાતે મીયાણા (૩૪)એ હદપારીનો ભંગ કરેલ છે અને આટલું જ નહીં તેની પાસેથી હાલમાં બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી ૨૪૦૦ રૂપિયાની કિંમતના બીયર સાથે આરોપીને પકડીને તેની સામે જુદાજુદા બે ગુના નોંધવામાં આવેલ છે અને બિયરમાં તેની પાસેથી બે શખ્સોના નામ સામે આવ્યા છે જેથી ઈકબાલ હાજી અને ઇકબાલનો ભત્રીજો અમીન રહે, બંને ખીરઇ વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે
દેશી દારૂની ભઠ્ઠી
માળીયા તાલુકાના ખીરાઈ ગામે દેશી દારૂની ભઠ્ઠી તળાવના પાસે ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને ૫૦૦ લિટર આથો અને ૨૫ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો તે ઉપરાંત અન્ય સાધન સામગ્રીને ૧૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે મુમતાજ અબુભાઈ કટિયા (ઉમર ૨૫) રહે ખીરાઈ વાડીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબીના અમરાપર ગામની સીમમાં નાગલપર ગામ જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો મળીને ૬૫૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ તૈયાર દારૂ ૨૫ લીટર અને ગેસનો બાટલો, ગેસનો ચૂલો સહિતની સાધનસામગ્રી સ્થળ ઉપરથી મળી આવેલ હતી જેથી પોલીસે ૪૧૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વિજયભાઇ વેલજીભાઇ રૂદાતલા જાતે કોળી (૨૪) વાળાની અટકાયત કરેલ છે અને તેની પાસેથી ટીનુભા નવલસિંહ પરમાર જાતે દરબાર રહે. બગથળા વાળાનું નામ સામે આવ્યો છે માટે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે