લો બોલો: મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ માળીયાના ખીરઈમાંથી બીયર સાથે પકડાયો
મોરબીમાં બેંક સાથે થયેલ ૧૫ લાખની છેતરપિંડીમાં બેંકના જ બે કર્મચારીની ધરપકડ
SHARE









મોરબીમાં બેંક સાથે થયેલ ૧૫ લાખની છેતરપિંડીમાં બેંકના જ બે કર્મચારીની ધરપકડ
મોરબીના લાલપર ગામ પાસે આવેલી ઇન્ડુસ્ઇન્ડ બેન્કમાં એટીએમમાં મુકવામાં આવેલી રકમ અને એટીએમમાંથી મળી આવેલી રકમ વચ્ચે ૧૫ લાખનો તફાવત હોય એટીએમનું સંચાલન જેને સોંપવામાં આવેલ હતુ તે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી વિરૂધ્ધ તાલુકા પોલીસમાં રૂપિયા ૧૫ લાખની ઉચાપત કર્યાની બેંકના કલ્સ્ટર મેનેજર દ્રારા ફરિયાદ નોંધાવવા આવી હતી તેની તપાસ બાદ તાલુકા પોલીસે હાલમાં બેંકના બે કર્મચારીની ધરપકડ કરેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડ જાતે નાગર બ્રાહ્મણ (૪૨) રહે.જામનગરએ તેઓના હેઠળ આવતી મોરબીના લાલપર ગામની સીમમાં ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર વિરુદ્ધ રૂપિયા ૧૫ લાખની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે લાલપર ગામની સીમમાં ઈશાન સીરામીક ઝોનમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકનું એટીએમ આવેલ છે અને તે એટીએમનું સંચાલન એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઇ ગજ્જરને સોંપવામાં આવેલ હતું.દરમ્યાન પોતે કલ્સ્ટરના બ્રાન્ચ મેનેજર હોય એટીએમમાં રહેલા બેલેન્સ સિસ્ટમ પ્રમાણે છે કે નહીં તે જોવા માટે ચેકીંગ કરવામાં આવતા બેન્ક એકાઉન્ટ પ્રમાણે રૂા.૩૩,૮૮,૨૦૦ રકમ એટીએમમાં હોવી જોઇએ જોકે એટીએમનું કેસ વેરિફિકેશન કરવામાં આવતા તેમાંથી રૂા.૧૮,૮૮,૨૦૦ રોકડા મળી આવ્યા હતા
તેમજ કસ્ટમરના ટ્રાન્જેક્શન કેન્સલ થયા હોય તે પેટના રૂા.૩૦૦૦ એટીએમના ડિસ્પેન્સન બોક્સમાંથી મળી આવ્યા હતા.જો કે એટીએમમાં હોવી જોઈએ તે રકમ કરતાં ૧૫ લાખ જેટલી રકમ ઓછી જણાતા તે રકમ એટીએમમાં ન રાખીને નેહાબેન ગજજર દ્વારા તે રકમનો પોતાના કોઈ અંગત ઉપયોગમાં વપરાશ કર્યો હોય અને ૧૫ લાખ જેવી માતબાર રકમ બેન્કના એટીએમમાંથી કાઢેલ હોય નેહાબેને બેંક સાથે ઉચાપત કરી હોય બેંકના મહિલા કર્મચારી નેહાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ ઉચાપતનો ગુનો નોંધ્યો હતો.જેની તપાસ મહિલા પીએસઆઇ વી.બી.પીઠીયા ચલાવી રહ્યા હોય ગઈકાલે તપાસ અધિકારી દ્વારા બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (ઉમર ૨૯) રહે.હાલ સુમતિનાથ સોસાયટી વાવડી તા.મોરબી મૂળ રહે.ખાખરેચી માળીયા મીંયાણાની તેમજ તેની સાથે ઉચાપતમાં સંડોવાયેલા બેંક કર્મચારી જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (ઉમર ૩૫) રહે.લાલપર રામજી મંદિર વાળી શેરી તા.જી.મોરબી મૂળ રહે.કોડીનાર વાળાઓની ઉપરોક્ત ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
વધુમાં તપાસ ચલાવી રહેલા મહીલા પીએસઆઇ વી.બી.પીઠીયા તથા રાઇટર વિજયભાઈ સવસેટા પાસેથી મળતી માહિતી મુજબ આરોપી નેહાબેન ગજજર અને જીગ્નેશભાઈ માનસેતા બંને બેંકના કર્મચારીઓ છે અને તેઓ પાસે એટીએમના પાસવર્ડ રહેતા હોય તેઓએ પૈસા કાઢયા હતા. વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે નેહાબેન ગજ્જરને જુનુ દેણું ચૂકવવા માટે, ઘર ખર્ચ માટે અને તેઓએ લીધેલી બેંક લોન ચૂકવવા માટે પૈસાની જરૂર હોય તેઓએ એટીએમમાંથી ૧૫ લાખ જેવી માતબાર રકમ કાઢી હતી અને આ બાબતની સહકર્મી જીગ્નેશભાઈ માનસેતાને જાણ હોવા છતાં તેઓએ ઉચાપતમાં મદદગારી કરી હોય તેઓની પણ ઉપરોક્ત ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે બંનેને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
