મોરબીમાં બેંક સાથે થયેલ ૧૫ લાખની છેતરપિંડીમાં બેંકના જ બે કર્મચારીની ધરપકડ
મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે
SHARE









મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે
કેમ્પના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા આપતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૮-૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગોના નિષ્ણાંત ડો.કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે.જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીતની તકલીફોની વિનામુલ્યે તપાસ કપીને યોગ્ય માર્ગદર્શન આપવામા આવશે.તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામા આવશે. કેમ્પમા લાભ લેનાર લાભાર્થીને એક મહીના સુધી વિનાનુલ્યે ચેકઅપ કરી આપવામા આવશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવુ આવશ્યક નથી તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
