મોરબીના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવનારી યુવતીને શું હતું ટેન્શન ?
મોરબી જીલ્લામાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના મહામંત્રી સહિતના છ આરોપી જેલ હવાલે
SHARE
મોરબી જીલ્લામાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના મહામંત્રી સહિતના છ આરોપી જેલ હવાલે
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં અનેકની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે જો કે, હાલમાં સરકારી અધિકારી દ્વારા ભાજપના ભાજપના હોદેદાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સહિત કુલ છ સામે હળવદ તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે દ્વારા તાત્કાલિક ભાજપના મહામંત્રી સહિત કુલ છ આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે
શીરોઇ ગામ તળની સીંચાઇ વિભાગની સરકારી જમીન ઉપર ભાજપના આગેવાન અને તેના પરિવારજનોએ ગેરકાયદે દબાણ કર્યું હતું જેથી સરકારી જમીન પચાવી પાડવા મુદે સીંચાઇ વિભાગ અધિકારીએ નાયબ કાર્યપાલક ઈન્જનેર કિશનભાઈ લીંબડીયાએ હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ તેમજ તેના પરિવારના કાળુભાઈ માવજીભાઈ, વનરાવનભાઈ રૂપાભાઈ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઈ અને અનિલભાઈ અમરસિંહભાઈ રહે. તમામ શીરોઈ ગામ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, શિરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીન આવેલ છે જેના પ્લોટ નંબર ૩૨ થી લઈને ૩૯ ઉપર એટલે કે, આઠ પ્લોટ પચાવી પાડીને આ શખ્સો દ્વારા મકાનો બનાવી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ સહિતના સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ સહિતના આરોપીની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ કરીને હાલમાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, શીરોઈ ગામ પાસે બ્રહ્માણી ડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારે જે લોકોની જમીન ડૂબમાં ગઈ હોય તેને જમીનના પ્લોટ આપવામાં આવ્યા હતા અને તે સમયે રિજર્વ રાખવામા આવેલ પ્લોટ ખાલી હતા તેના ઉપર આરોપીઓએ ગેરકાયદે મકાન બનાવીને દબાણ કયું હતું