વાંકાનેરમાં નજીવા વરસાદે નેશનલ હાઈવે પર પાણી ભરાયા - વીજ પુરવઠો ગુલ
હળવદમાં વિનામૂલ્યે ઓપરેશન કેમ્પ માં ૮૦ દદીઓએ લાભ લીધો
SHARE
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદમાં "જીવન જ્યોત જનરલ હોસ્પીટલ" ખાતે આયુષ હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા વિના મુલ્યે ઓપરેશન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ૮૦ દર્દીઓને ચેક કરીને મુખ્યમંત્રી અમૃતમ માઁ કાર્ડ ત્થા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ઓપરેશન કરવા માટે નિદાન કરાયુ છે અને દરેક દર્દીઓને મોરબી આયુષ હોસ્પિટલમા નિશૂલક ઓપરેશન થશે
આ કેમ્પમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકયો હતો આ તકે મોરબી યુવા ભાજપના મહામંત્રી તપનભાઇ દવે જોડાયા હતા સાથે આયુષ હોસ્પિટલ મોરબીના તબીબ સર્વે ડૉ. રાજદીપસિંહ ચૌહાણ (ઓર્થોપેડિક), ડૉ પરેશ બદલા (સર્જન), ડૉ. ચેતન અઘારા, ડૉ. નરેન્દ્રભાઈ પટેલ, ડૉ. માધવ આહીર, ડૉ. યશ પટેલ સહિત હોસ્પિટલ ના ૭ જેટલા જુદા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમા ૧૫ લોકોને જનરલ સર્જરીના ઓપરેશન થશે ૧૦ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થશે અને કુલ ૮૦ લોકો નિદાન માટે આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા જીવન જ્યોત હોસ્પિટલના તબીબ ડૉ. વિમલભાઈ ગઢિયા અને હોસ્પિટલનો સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી