ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદ: દીકરાને દૂધ પીવડાવવા માટે પતિએ ઠપકો આપતા પત્નીએ ઝેરી દવા પી લેતા સારવારમાં


SHARE











હળવદ: દીકરાને દૂધ પીવડાવવા માટે પતિએ ઠપકો આપતા પત્નીએ ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાને તેના દીકરાને દૂધ પીવડાવવા માટે થઈને પતિએ ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મહિલાના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના સીસખડી ફળિયુના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ધરમશીભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નિલેશભાઈ કિશનભાઇ વસાવા જાતે આદિવાસી (૨૧) ના પત્ની સપનાબેન નિલેશભાઈ વસાવા જાતે આદિવાસી (૧૮)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મહિલાના પતિ નિલેશભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મહિલાને તેના પતિએ દીકરાને દૂધ પીવડાવવાનું કહેતા મહિલાએ ના પડી હતી જેથી કરીને પતિએ ઠપકો આપ્યો હતો તે બાબતે લાગી આવતા પરણીતાએ ઝેરી દવા પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલું છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે






Latest News