ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગુડા તત્વો બેખોફ, પોલીસ તંત્ર મુકપ્રેક્ષક: મોરબી જીલ્લા કોંગ્રેસ


SHARE











મોરબી જીલ્લામાં ગુડા તત્વો બેખોફ, પોલીસ તંત્ર મુકપ્રેક્ષક: મોરબી જીલ્લા કોંગ્રેસ

મોરબી શહેર અને જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ વાઇરલ થયેલ છે જેમાં તે જ સ્વીકારે છે કે ભાજપના ગુંડા છે તો પછી તેની પાસેથી ગુંડાઓનું લિસ્ટ લઈને તેની સામે કડક પગલાં લેવાની મોરબી જિલ્લા કોંગ્રેસે માંગ કરે છે

મોરબી  શહેર અને મોરબી જીલ્લામાં ગુંડા, આવારા તત્વોએ માઝા મૂકી છે દિન દહાડે જાહેરમા મારકૂટ, ઘરમાં ઘૂસીને માર મારવા, જાહેરમા બીભત્સ વર્તન કરવુ, દારૂ, જૂગાર, છેડતી જેવી ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે અને પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો એન કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોરબીના શનાળા રોડે સ્કાય મોલ પાસે જાહેર રોડ રસ્તા ઉપર આવારા તત્વો દ્વારા વેપારીને મારામારીનો બનાવ તે સહિતના અનેક બનાવ બનેલ છે જે પોલીસ તંત્રનીં કોઈ બીક જ ન હોય તેવું લાગી રહ્યું છે. 

મોરબીના ઘારાસભ્ય અને ભાજપના પદાધિકારીનો એક ઓડિયો વાયરલ થયેલ છે તેમાં મોરબીના ધારાસભ્ય કહેતા સંભળાય છે કે  “ફાયરિંગ કરેલ તેમાં હું રાજી થયો અને હવે બઘા ગુંડા ભાજપમાં આવી ગયા છે લોકો એ સમજે છે. કે આ બઘા ગુંડા ભાજપ પક્ષના આશીર્વાદ સાથે મોરબીમાં આંતક ફેલાવે છે. અને ઘારાસભ્ય અને ભાજપ ઉપપ્રમુખની વાત નો ઓડિયો વાયરલ થયા બાદ પટેલ શખ્સને આવારા, લુખ્ખા તત્વોએ રવાપર રોડ જેવાં પોશ વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરમાં ઢોર માર મારેલ છે. અને દહેસતનું વાતાવરણ ઉભુ કરેલ છે

જેમ જુગાર રમવા બાબતે પોલીસ જાતે રેડ કરે છે તેવી જ રીતે આ મારમારીની ઘટનામા પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કરે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે, તેવી લોકની માંગ છે છેલ્લા ત્રણ બનાવોમા આરોપીઓ મોટી વગ ધરાવતા હોય તેમની સામે પોલીસ ફરીયાદ પણ ન થાય તેવી ધાક ધમકીઓ અપાઈ રહી છે. આ બધી ઘટનાઓ  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. અને મોરબી જીલ્લામાં ગુડા તત્વો આટલા બધા બેખોફ છે. જાણે કે કાયદાનો કોઈ ડર જ નથી તેવું લાગી રહ્યું છે.પોલીસ તંત્ર મુકપ્રેક્ષક બનીને આ બઘું જોય રહેલ હોય તેવું લાગી રહ્યું છે  અને ગુંડા તત્વોની રાજકીય ઓથના કારણે પ્રજાને બાનમાં લઇ ડરાવી રહ્યા છે. ત્યારે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની નકલ રાજ્યના ગૃહમંત્રીને પણ આપવામાં આવી છે જો કે, પોલીસ હવે ગુંડાઓને શોધીને તેની સામે કડક કાર્યવાહી કયારે કરશે તે તો સમય જ બતાવશે






Latest News