ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે તળાવમાં કમળના ડોડવા ખાવા ગયેલ યુવાનનું પીણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતો યુવાન ગામના તળાવમાં ન્હાવા અને કમળના ડોડવા ખાવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત થયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

 

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતો સોમાભાઈ ઉર્ફે લાલબાદશાહ નાનજીભાઈ રાઠોડ (૪૦) ગામમાં આવેલ તળાવમાં ન્હાવા અને તળાવમાં કમળના ડોડવા ખાવા માટે પાણીમાં પડ્યો હતો દરમિયાન તે અકસ્માતે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની તેમના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન માનસિક અસ્થિર હોય તે તળાવમાં ન્હાવા અને કમળના ડોડવા ખાવા માટે ગયો હતો દરમિયાન તે પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યુ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હથીયાર સાથે ઝડપાયો

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસેથી પસાર થતી મહેન્દ્રા ઠાર નંબર જીજે ૩૬ એએફ ૫૨૨૩ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી બે ધારીયા લોખંડના પાઇપમાં ફીટ કરેલ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે અજહરભાઈ અલીમહમદભાઈ જેડા જાતે મિયાણા મુસ્લિમ (૨૩) રહે બાપુની ડેલી માળિયા મીયાણા વાળા ની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News