ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા પાસે મેઇન બજારમાંથી બાઇકની ચોરી


SHARE











મોરબીના નગર દરવાજા પાસે મેઇન બજારમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું અને તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ પીજી ક્લોકમાં શિવમ સોસાયટી સોમનાથ ટાવર-૧ માં રહેતા નિતેશભાઇ મગનભાઈ ગામી જાતે પટેલ (૪૮)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના નગર દરવાજા પાસે મેઇન બજારમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ ડીસી ૯૬૬૪ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરમાં બખેડો કરતા ગુનો નોંધાયો

મોરબીના વિસીપરા વિસ્તારમાં વીસી ફાટક પાસે જાહેરમાં છુટા હાથની મારામારી કરીને બખેડો કરનારા તથા સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે માથાકૂટ બે શખ્સ કરતા હતા જેથી જગદીશભાઈ ઉર્ફે જગો ગોરધનભાઈ ડાભી રાતે કોળી (૨૪) અને અર્જુનભાઈ સુરેશભાઈ ઓગણીયા જાતે દેવીપુજક (૪૨) રહે, બંને વીસીપરા વાળા ની સામે આઇપીસી કલમ ૧૬૦ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News