ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદના ભલગામડા નજીક કાર ચાલકે રાહદારીને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE











હળવદના ભલગામડા નજીક કાર ચાલકે રાહદારીને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દીઘડીયા થી ભલગામડા તરફ જવાના રસ્તા ઉપર પગપાળા ચાલીને જઈ રહેલા આધેડને ઇકો ગાડીના ચાલકે હડફેટ લીધા હતા અને ત્યારે તેને બંને પગમાં અને કમરમાં મણકાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં દવાખાના સુધી ન પહોંચાડીને અધવચ્ચે રસ્તામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડી દઈને ઇકો ગાડીનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લીધા બાદ ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ચતુરભાઈ જગમાલભાઈ ખાંભળીયા જાતે કોળી (૫૧)એ ઇકો કાર નંબર જીજે ૧૩ એઆર ૨૦૫૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, દિઘડિયાથી ભલગામડાની ડબલ પટ્ટી ઉપરથી તેઓ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને તેઓને હડફેટે લીધા હતા અને ત્યારે બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી તથા કમરના મણકામાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે દવાખાના સુધી ન પહોંચાડીને અધવચ્ચે રસ્તામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા હતા અને ત્યારબાદ ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી કરીને સારવાર લીધા બાદ હાલમાં ચતુરભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News