ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી નજીક નાસ્તાની લારીએ માથાકૂટ કરનારાઓને સમજાવવા ગયેલા બે યુવાનને માર માર્યો: ચાર શખ્સો સામે ફરિયાદ


SHARE











મોરબી નજીક નાસ્તાની લારીમાથાકૂટ કરનારાઓને સમજાવવા ગયેલા બે યુવાનને માર માર્યો: ચાર શખ્સો સામે ફરિયાદ

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેશન પાસે નાસ્તાની લારીએ ચાર શખ્સો માથાકૂટ કરી રહ્યા હતા ત્યારે ત્યાં બેઠેલ યુવાન સહિતના બે વ્યક્તિને શખ્સોને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેને પણ ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા લોખંડનો પાઇપ વડે પેટ તથા પીઠ ઉપર માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને છરી વડે છાતીના ભાગે ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્વર મંદિરની પાછળ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પાલાભાઈ રાઠોડ (૨૧)એ ભગીરથસિંહ ચુડાસમા જાતે દરબાર અને અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી નજીકના લાલપર ગામે બસ સ્ટેશન નજીક ફરિયાદી અને હમીરભાઈ બંને નાસ્તાની લારીએ બેઠા હતા ત્યારે ભગીરથસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સોએ ત્યાં આવીને નાસ્તાની લારીવાળા સાથે બોલાચાલી શરૂ કરી હતી જેથી કરીને ફરિયાદી યુવાન તથા હમીરભાઈ તેને સમજાવવા જતા આરોપીએ તેને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા ત્યારે હમીરભાઇએ ગાળો બોલવાની ના પાડતા તેની સાથે બોલાચાલી કરીને લોખંડના પાઇપ વડે પેટમાં અને પીઠના ભાગે માર માર્યો હતો તથા અજાણ્ય શખ્સો દ્વારા માથાના ભાગે અને ગળાના ભાગે ઢીકા પાટુ માર મારીને ઈજા કરવામાં આવી હતી તેમજ હમીરભાઇને છાતીના ભાગે છરીથી ઇજા કરી હતી અને અન્ય આરોપીએ પાઇપ વડે માર માર્યો હતો. માટે બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં દિનેશભાઈ રાઠોડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ભગીરથસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સોની સામે મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News