ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં મંચુરીયમ, પિઝા વગેરે વાનગીઓ જોઈને અધિકારી-પદાધિકારી પ્રભાવિત


SHARE











મોરબી જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં મંચુરીયમ, પિઝા વગેરે વાનગીઓ જોઈને અધિકારી-પદાધિકારી પ્રભાવિત

ત્યારે દેશ-દુનિયામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં અને એમાં પણ ખાસ કરીને બાળકોમાં વિટામીન, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વની ઉણપ જોવા મળે છે. જેના કારણે તેઓ વારંવાર બિમાર પડે છે અને સાથોસાથ શારીરિક અને માનસિક નબળાઈ પણ આવે છે. ત્યારે સરકારે આ વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર લોકોના આ નબળા પડી રહેલા સ્વાસ્થ્યથી ખુબ જ ચિંતિત છે ત્યારે ભારતીય પોષ્ટીક ખોરાકથી લોકોને અવગત કરવા અને એ તરફ લોકોને વાળવા માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષની શરૂઆત કરી છે. જેમાં હાલ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં મિલેટસ સ્પર્ધાઓ ચાલી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટસ સ્પર્ધા અંતર્ગત આજે મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૭ ઘટકની આંગણવાડીની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી આ પ્રસંગે ચંદુભાઈ શિહોરાએ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તે લોકોના સ્વાસ્થ્ય માટે સતત ચિંતા કરે છે. દવાથી પકવેલા અનાજનો ખોરાક લેતા આજના વ્યક્તીઓ ૫૦ વર્ષની ઉંમરે જ માંદગીથી ઘેરાય જાય છે. ભારતદેશમાં એક કરતા વધુ અનાજ પાકે છે, આ કુદરતી રીતે પાકેલા અનાજ પોષક તત્વથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક છે. જેના થકી બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે છે. ઉપરાંત તમે જ્યારે કોઈ હોટલમાં જમવામાટે જાઓ ત્યારે તમારે પણ તે હોટલના મેન્યુમાં મિલેટ્સથી બનેલી વાનગીઓની માંગ કરવી જોઈએ.

જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજાના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ૧ જુલાઈથી રાજ્યનાં અલગ અલગ જિલ્લામાં  મિલેટ્સ સ્પર્ધા ચાલી રહી છે. આજે આપણા મોરબી જિલ્લામાં પણ શ્રી અન્ન એટલે કે મિલેટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં બનાવેલ વાનગીઓની રેસીપી અને વાનગી બનાવનાર બહેનોના ફોટા સાથેની એક બુકલેટ બનાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી મિલેટ્સમાંથી વાનગી બનાવી શકશે. આપણે બધાએ મળીને મિલેટ્સમાંથી બનેલ વાનગીને વેગ આપવો જોઈએ. તેમજ આંગણવાડીના બાળકો આ વાનગી વધુમાં વધુ ખોરાકમાં લે તે માટેની પ્રવૃતિ હાથ ધરવી જોઇએ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોએ મિલેટ્સમાંથી પોષક યુક્ત વાનગી બનાવી હતી અને તમામ બહેનોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે બહેનોએ  મિલેટ્સમાંથી કેક, મંચુરીયમ, પિઝા, ભેળ વગેરે જેવી વાનગીઓ બનાવી હતી. આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત બાળ અને મહિલા સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, આગેવાન જીજ્ઞેશભાઈ કૈલા, યુસુફભાઈ સેરશિયા, અશોકભાઇ ચાવડા, જેઠાભાઇ પારઘી સહિતના અગ્રણીઓ અને અધિકારો હાજર રહ્યા હતા






Latest News