ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

અમદાવાદથી મોરબી આવતી બસમાથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











અમદાવાદથી મોરબી આવતી બસમાથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

અમદાવાદથી મોરબી તરફ આવી રહેલી બસમાં બેઠેલ ઓડિસાનો યુવાન બસના દરવાજા પાસે હતો ત્યારે અકસ્માતે તે દરવાજા પાસેથી રોડ ઉપર નીચે પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઈ હતી માટે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના અંબાપૂજાનો રહેવાસી ગણેશ્વર નાયક (૩૬) નામનો યુવાન અમદાવાદથી મોરબી તરફ આવતી બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને દરમિયાન અમદાવાદથી ૩૦ કિલો મીટર દૂર બસમાં આગળના દરવાજા પાસે હતો ત્યારે કોઈ કારણોસર તે અકસ્માતે રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી કરીને યુવાનને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન થઈ ગયેલા યુવાને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

વાંકાનેરના શક્તિપરામાં રહેતો અશ્વિન શીવાભાઈ વડેચા (૩૦) નામનો યુવાન મોરબીના નગર દરવાજા ચોક પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં રહેતા સોનલબેન પંકજભાઈ ઝાલા (૪૪) નામના મહિલા મોરબીના રોડ ઉપર રામચોક પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સોનલબેનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રંજનબેન હરીગીરી ગોસ્વામી (૫૨) રહે. કોઈલી તાલુકો મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવો અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રઘુભાઈ રાઠોડ (૩૭) નામના યુવાનને રાજકોટ નજીક આવેલ બેડી ગામના પુલ પાસે અકસ્માતમાં બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News