ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

રાજ્યની એ ગ્રેડની કહેવાતી મોરબી નગરપાલિકાની કામગીરી ડી ગ્રેડ કરતા પણ ખરાબ..!? : કોંગ્રેસ


SHARE











રાજ્યની એ ગ્રેડની કહેવાતી મોરબી નગરપાલિકાની કામગીરી ડી ગ્રેડ કરતા પણ ખરાબ..!? : કોંગ્રેસ

મોરબી શહેર ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપ ના બાવન સભ્ય અને ત્યાર બાદ વહીવટદાર ના શાસનમાં પ્રજાને સુવિધા મળશે તેવું લાગતું હતું પરંતુ ધારાસભ્ય શ્રી ની આગેવાની હેઠળ ચાલતી મોરબી નગરપાલિકા શહેરની પ્રજાને સુખાકારી આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે.શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાઓના ઢગલા. ઉભરાતી  ભૂગર્ગટરોના પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા શેરી ગલીઓમાં અંધકાર આ છે મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકાની કામગીરી..?!

મોરબી શહેરની પ્રજા પોતાને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે થઈ પોતાની કમાણીમાંથી ટેક્સના પૈસાઓ નિયમિતપણે ભરે છે તેમ છતાં પણ પ્રજાની સુખાકારી માટે મોરબી નગરપાલિકા કેમ કામગીરી કરતી નથી તે પણ સવાલ છે કે જેમ કે હમણાં વાંકાનેરમાં રાજકોટના સાંજ સુધી કહેલું કે ગાડા નિચે શ્વાન ચાલે છે અને ભાર હું ઉપડું છું તેવું લોકો માને  છે તેવું મોરબી માં નથી ને કહેવત છે કે બે આખલા ઓની લડતમાં અન્ય પીસાઈ તેવું નથી ને.?

મોરબી ભાજપની આંતરિક લડાઈમાં મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી દેવામાં આવેલ છે વારંવાર લોકો નગરપાલિકાએ જઈ પોતાના વિસ્તારોની કચરાઓના ઉકરડા અને પાણી અને ભૂગર્ભ ગટરની પરિસ્થિતિની ફરિયાદ કરે છે પણ જાણેકે  નગરપાલિકા ને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં તકલીફ પડતી હોય તેવું વાતાવરણ આજે મોરબી શહેરમાં જોવા મળી રહ્યું છે જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકાએ મોનસુનની કામગીરી કરી ન હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મોરબી શહેરમાં ઓછા વરસાદમાં ભરાતા પાણીથી દેખાઈ રહ્યું છે લોકોના મુખ્ય ચર્ચા છે કે પ્રીમિયમ મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર દર્શાવવામાં આવી છે અને પૈસાઓને ત્યાં પગ આવી ગયો છે એવું નગરપાલિકા કર્મચારીઓમાં ગણગણાટ છે

ત્યારે મોટી મોટી ડંફાસુ મારતા મોરબીના ધારાસભ્ય મોરબીની પ્રજાને સુખાકારી મળે તે માટે વહીવટદાર અને અધિકારીઓના શા માટે કામ ખેંચતા  નથી.મોરબી શહેરમાં નર્કાગાર  જેવી પરિસ્થિતિ હોય ક્યારે  રોગચાળો ફાટી નીકળે તે કહી ન શકાય.મોરબી નગરપાલિકાને વિનંતી સાથે સ્પષ્ટ કહેવામાં આવે છે કે મોરબી શહેરમાંથી કચરાઓના ઢગલા ઉભરાતા ગટરના પાણી અને ખાડા ટેકરાઓથી મોરબી શહેરની પ્રજાને છુટકારો નહિ આપવામાં આવે તો આવનાર સમયમાં કોગ્રેસ પક્ષ નગરપાલિકાની કચેરીમાં કચરાઓના ઢગલાઓ કરી દેશે જેની ગંભીર નોંધ લેવામાં આવે અને મોરબી શહેરની પ્રજાને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ અને ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગણી કરેલ છે.






Latest News