ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસ.ના હૉલ ખાતે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો


SHARE











મોરબી સિરામિક એસ.ના હૉલ ખાતે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ હતો જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી આ ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં એલપીજી ગેસનો વપરાશ થતો હોઈ છે તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, પુર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, નિલેષભાઇ જેતપરિયા, કિશોરભાઇ ભાલોડીયા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહ્યા હતા






Latest News